આજકાલ જયા જુઓ ત્યાં મારું મારું જ થાય છે કોઈ આપનું એમ તો કેતુ જ નથી.
શિવસેના ના પ્રમુખ બાળ ઠાકરે ની ભાષા હવે ઉમર થઇ એટલે એલફેલ બોલવા માંડ્યા છે જો કે એમાં એમનું કઈ વાંક નથી. મહારાષ્ટ્ર માં છેલ્લા પાંચ વર્ષ થી કોન્ગ્રેસ્સ ની સરકાર છે અને હજી બીજા ચારેક વરસ સુધી તો ઠાકરે ભાઈ નો વારો આવે તેમ નથી અને કેન્દ્ર માં પણ છેલ્લા પાંચ વરસ થી મનમોહનસિંહ બેઠા છે અને હજી બીજા પાંચ વરસ તો હાલે એમ નથી એટલે જે ને ખુરશી ની ટેવ હોઈ અને નો મળે એટલે ઘાંઘા તો થઇ જ ને.
મૂળ તો શિવસેના નો જનમ જ પ્રાદેસીક્વાદ માં થયો છે મરાઠી માનુસ ને બધી જગ્યા એ અગ્રતા મળવી જોઈએ એ મુદ્દા પર તેઓ લોકપ્રિય થયા હતા.
ત્યાં પછી તેઓ ને લાગ્યું કે આગન વધવું હશે તો મરાઠી વાદ માં થી નીકળવું પડશે તેથી તેને હિન્દુવાદ પકડ્યો એમાં એને સાથ મળ્યો ભાજપ નો બને એ એકવાર સરકાર પણ બનાવી પરંતુ બીજી ચુંટણી માં હાર્યા.
આજ અરસા માં ઠાકરે સાબ ના છોકરાવ મોટા થયા પણ ભત્રીજા રાજ ઠાકરે ને લાગ્યું કે આમાં આપણો કઈ ગજ વાગે એમ નથી એટલે એને પોતાનો બીજો મોરચો ખોલ્યો બસ બધી મગજમારી આયથી ચાલુ થઇ ગઈ ઉદ્ધવ બાળ ઠાકરે માં કઈ દમ નથી ને રાજ ઠાકરે પોતાની શરૂઆત જોરશોર થી કરી એમાં ઠાકરે પરિવાર ને લાગ્યું કે આપની જમીન ગઈ એટલે આડેધડ જે હાથમાં આવ્યા એને માંડ્યા જુડવા. શાહરુખખાન, મુકેશ અંબાની, સચિન ,રાહુલ ગાંધી બધાને બાચકા ભરવા માંડ્યા છે. પણ મને લાગે છે કે હવે મરાઠી લાકો પણ આ ભવાઈ જોઇને થાક્યા હશે.
No comments:
Post a Comment